ગઈ કાલે મારો મારી કોલેજ એટલે મારી માતૃસંસ્થા શ્રી એન.એમ.ગોપાણી પોલીટેકનીક. અહિયાં મારા ત્રણ વર્ષ પુરા કર્યા. વર્ષ ૨૦૧૩ માં આ કોલેજ માં હું એન્ટર થયો હતો. તે વખત ના કરણ હરિયાણી અને આજ ના કરણ હરિયાણી માં જમીન આસમાન નો તફાવત પડી ગયો છે. આમ જોવા જઈએ તો ઘણી આનંદ ની વાત કહેવાય કે આ કોલેજ માંથી જ ટોપ કરીને હવે હું રીયલ લાઈફ માં પગ મુકીશ. પણ એ સાથે જ એ વાત નું પણ ઘણું દુખ થાય છે કે હવે મને આ સંસ્થા જેવી સંસ્થા ફરી પાછી ક્યારેય નહિ મળે. મારા આ ત્રણ વર્ષ ક્યારે પસાર થઇ ગયા તેની ખબર જ ના પડી. હવે કોઈ પણ કોલેજ માં એડમીશન લઈશ પણ આ સંસ્થા ની છાપ તો મારા મન માં હંમેશા રહેવાની જ. એ ફ્રેન્ડસ સાથે કરેલી મસ્તી, મશીન લેબ માં પ્રથમ વાર જતા ની સાથે જ ફોડેલો બલ્બ, અને આવી અસંખ્ય ઘટનાઓ જે કદાચ ક્યારેય નહિ ભૂલાય. હું મારી કોલેજ ના ઈલેક્ટ્રીકલ વિભાગ ના બધા પ્રોફેસર અને મને આ ત્રણ વર્ષ માં મદદ કરનાર એ દરેક વ્યક્તિ નો આભાર માનું છું.